આપઘાત પહેલાં વીડિયો બનાવ્યો: હું કંટાળી ગયો છું, સુસાઈડ કરું જેની જવાબદાર મારી પત્ની છે, એવું કહીને પતિએ સાબરમતીમાં જંપલાવી દીધુંઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 05-08-2022 | 12:10 am

આપઘાત પહેલાં વીડિયો બનાવ્યો: હું કંટાળી ગયો છું, સુસાઈડ કરું જેની જવાબદાર મારી પત્ની છે, એવું કહીને પતિએ સાબરમતીમાં જંપલાવી દીધુંઅમદાવાદકૉપી લિંકશેર

હું કંટાળી ગયો છું, સ્યુસાઇડ કરું છું, તેની જવાબદારી મારી પત્નીની રહેશે. આટલો વીડિયો ઉતાર્યા બાદ યુવકે સાબરમતી નદીમાં પડતુ મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જે મોબાઇલથી વીડિયો બનાવ્યો હતો, તે પણ યુવક પાસે જ હોવાથી ભીનો થઇ જતાં ફોન બંધ થઇ ગયો હતો. જો કે, ત્યારબાદ ફોન રિપેર થતાં વીડિયો સામે આવ્યો હતો. જેથી આ મામલે પત્ની સામે ફરિયાદ નોંધાતા સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તપાસ આદરી છે.પત્નીનું મનસ્વી વર્તનશહેરના અસારવા વિસ્તારમાં રહેતા કિરીટ દેવડાના લગ્ન 9 ડિસે. 2016ના રોજ સામાજિક રીત રીવાજ મુજબ મંજુ રાઠોડ સાથે થયા હતા. ત્યારબાદ મંજુએ દીકરીને જન્મ આપ્યો હતો. લગ્નના બે વર્ષ બાદ મંજુ પિતા અને ભાઇની ચઢામણીએ આવી જતાં મનસ્વી વર્તન કરવા લાગી હતી અને પતિ સહિતના સાસરિયાં સાથે ઝઘડો કરતી હતી. ઉપરાંત આર્થિક મદદ કરવા દબાણ કરતી હતી.કિરીટને સાવરણીથી માર્યો એટલે પિયર મૂકી આવ્યોમંજુ પતિ પર હાથ ઉગામતી હતી તથા મરી જવાની ધમકી આપતી હતી. સ્ત્રી તરફી કાયદા હોવાથી મંજુ કેસમાં પરિવારને ફસાવી દેવાની ધમકી આપતી હતી. 30 જૂનના રોજ મંજુએ ઘરમાં કચરો વાળવાની બાબતે ઝઘડો કર્યો હતો. ત્યારે પતિ કિરીટે જણાવ્યું હતું કે, બહાર માતા-પિતા છે, ધીરે બોલ ત્યારે પત્ની ઉશ્કેરાઇ ગઇ હતી અને કિરીટને સાવરણીથી માર માર્યો હતો. જેથી પરિવારના સભ્યો આવ્યા હતા અને મંજુને સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કોઇની વાત સાંભળવા તૈયાર ન હતી. જેથી કિરીટ સાળાને ફોન કરી મંજુને લઇ જવા કહ્યું હતું. પરંતુ તેણે સવારે લેવા આવીશું તેમ કહ્યું હતું. જેથી બીજા દિવસે કિરીટ પત્નીને પિયર મૂકી આવ્યો હતો. પરંતુ કિરીટ પાછો ફર્યો ન હતો.કિરીટના ભાઈએ ભાભી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવીઆ દરમિયાન બપોરે કિરીટના ભાઇ મનોજ પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, કિરીટે નદીમાં કૂદી આત્મહત્યા કરી લીધી છે. ત્યારબાદ પરિવાર રિવરફ્રન્ટ પહોંચ્યો હતો. જ્યાં કિરીટની લાશ મળી આવી હતી. બીજી તરફ કિરીટનો મોબાઇલ અને પર્સ પણ મળી આવ્યું હતું. મોબાઇલ ફોન ભીનો થયો હોવાથી બંધ થઇ ગયો હતો. પરંતુ તેને ચાલુ કરાવતા તેમાં વીડિયો હતો. જેમાં કિરીટે કહ્યું હતું કે, હું મારી જિંદગીથી કંટાળી ગયો છું, એટલે સ્યુસાઇડ કરવા જાઉં છું તેની જવાબદાર મારી પત્ની રહેશે. આ વીડિયો બાદ કિરીટના ભાઇએ ભાભી મંજુ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

Google Follow Image

Latest News


  1. સાસરિયાંનો ત્રાસ: અજાણ્યા નંબરથી ફોન આવતાં દિયરે વેશ્યા કહી ભાભીને કાઢી મૂકી, દીકરીના જન્મ બાદ પતિએ દહેજમાં ઘર માગ્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  2. નકલી માર્કશીટને અસલી બનાવી UK મોકલાતા: અમદાવાદમાં ભેજાબાજો 10 રૂપિયામાં નકલી માર્કશીટને અસલી બનાવી દેતા, લાખો પડાવી વિદેશ મોકલનારા 3ની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર
  3. હત્યાનો બનાવ: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા, સનાથલ સર્કલની જગ્યા ફાળવવા માગણીબાવળાકૉપી લિંકશેર
  5. તિરંગા યાત્રા: ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યોધોળકાકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER