લોહી લુહાણ યુવકનો વીડિયો વાઈરલ: અમદાવાદ પોલીસે પ્રજા સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ કરવા સેમિનાર યોજ્યો, એ જ દિવસે રાત્રે ટ્રાફિક પોલીસે યુવકને માર્યોઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 02:01 pm

લોહી લુહાણ યુવકનો વીડિયો વાઈરલ: અમદાવાદ પોલીસે પ્રજા સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ કરવા સેમિનાર યોજ્યો, એ જ દિવસે રાત્રે ટ્રાફિક પોલીસે યુવકને માર્યોઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદ શહેર પોલીસના પહેલ સેમિનારમાં પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બને તે માટે ખાસ સેમિનાર યોજાયો હતો.પોલીસ અને લોકો વચ્ચે અંતર ઘટે અને પોલીસ લોકોની સાથે મળીને કામ કરે તે માટે પોલીસ કોન્સ્ટેબલથી માંડીને સિનિયર IPS અધિકારીઓને લોકો સાથે સારો વ્યવહાર કરવા તાલીમ આપવામાં આવી હતી. પરંતુ તાલીમ પૂરી થાય તેના બીજા દિવસથી જ પોલીસ તેમના અસલ રંગમાં આવી ગઈ હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ટ્રાફિક પોલીસે એક યુવકને માર મારીને લોહી લુહાણ કર્યો હોવાનો આક્ષેપ થયો છે.ટ્રાફિક પોલીસે યુવકને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપસામાન્ય લોકોને હચમચાવી નાંખે તેવા આ વીડિયોમાં ટ્રાફિક પોલીસે યુવકને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. જેમાં યુવકના મોઢામાંથી લોહી નીકળી રહ્યું છે. જ્યારે બીજી તરફ પોલીસ એવો આક્ષેપ કરે છે કે આ યુવક ગાળો બોલ્યો હતો પણ ટ્રાફિક પોલીસનું કામ આ રીતે કોઈને મારવાનું ન હોવાનું હાલ પોલીસ બેડામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. એક તરફ પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બને તે માટે પ્રયાસો થઈ રહ્યાં છે જ્યારે બીજી તરફ પોલીસના આ પ્રકારના વ્યવહારથી અનેક સવાલો ઉભા થયાં છે. આ અંગે સંયુક્ત પોલીસ કમિશ્નર ટ્રાફિક, મયંકસિંહ ચાવડાએ કહ્યું હતું કે, શહેરમાં યુવાન અને ટ્રાફિક જવાન વચ્ચે થયેલા ઝઘડાની બાબત મારા ધ્યાને આવી છે. જે અંગેની ઇન્કવાયરી સોંપી દીધી છે.ટ્રાફિક પોલીસે યુવકને રોકી વાહનની ચાવી કાઢી લીધીઅમદાવાદ શહેરના એલિસબ્રિજ વિક્ટોરિયા ગાર્ડન તરફ જતા એક વેપારીના પુત્રને પોલીસે રોકીને તેના વાહનની ચાવી કાઢી લીધી હતી.ટ્રાફિક જવાનોને કારણે આ યુવક વિક્ટોરિયા ગાર્ડન તરફ આવ્યો હતો. જ્યાં અગાઉથી જ આ યુવકને રોકવા માટે સૂચના આપી હોય તેમ ટ્રાફિકની વચ્ચે બે પોલીસકર્મી ત્યાં આવ્યા અને તેના વાહનની ચાવી કાઢી લીધી હતી.થોડીવારમાં જ આ યુવક અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસકર્મીઓ યુવકને માર મારવા માંડ્યા હોવાનો યુવકે આક્ષેપ કર્યો હતો. યુવકના મોંઢામાંથી લોહી નીકળતું હતું. મોડી રાત્રે બંને પક્ષો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં હાલ સમાધાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER