વીડિયો વાઇરલ: અમદાવાદમાં ઢોર પાર્ટીને જોઈ ગાય મકાનની ગેલરીમાં પહોંચી ગઈ, નીચે પટકાતાં પગ અને માથામાં ગંભીર ઈજાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 3 days ago | 23-09-2022 | 02:01 pm

વીડિયો વાઇરલ: અમદાવાદમાં ઢોર પાર્ટીને જોઈ ગાય મકાનની ગેલરીમાં પહોંચી ગઈ, નીચે પટકાતાં પગ અને માથામાં ગંભીર ઈજાઅમદાવાદકૉપી લિંકશેર

રાજ્યમાં રખડતાં ઢોર મુદ્દે હાઇકોર્ટની ઝાટકણી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે છતાં પણ રખડતાં ઢોર લોકો માટે જીવનું જોખમ બન્યાં છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં રખડતાં ઢોર પકડવા જતાં એક ગાય એક માળના મકાન ઉપર ગેલરીમાં પહોંચી ગઈ છે અને જ્યારે એક વ્યક્તિ પકડવા માટે જાય છે ત્યારે ગાય ગેલરીમાંથી નીચે કૂદકો મારે છે અને નીચે પડે છે.વીડિયો ગોમતીપુરનો હોવાનું જાણવા મળ્યુંસોશિયલ મીડિયામાં વાઇરલ થયેલો આ વીડિયો અમદાવાદના ગોમતીપુરના વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા આ વીડિયો અમદાવાદનો છે કે આવી કોઈ ઘટના અમદાવાદમાં બની છે કે કેમ એ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી અને તેમને આ બાબતે કોઈ જાણ પણ ન હોવાનું જાણવા મળ્યું છે.ગાયના કારણે નિકોલમાં અકસ્માતબીજો એક બનાવ પણ બન્યો છે, જેમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં બાળકો સાથે દંપતી બાઈક પર જતું હતું ત્યારે અચાનક જ રસ્તામાં ગાય આવતાં બાળકી સાથે દંપતી રોડ પર પટકાયું હતું. આ અકસ્માતમાં જેમાં પિતાને હાથના ભાગે અને નાની બાળકીને ઇજા થઈ હતી, જ્યારે માતા અને બાળકનું આબાદ બચાવ થયો હતો. નિકોલ વિસ્તારમાં કાનાણી પરિવારને આ અકસ્માત નડ્યો હતો ઇજાગ્રસ્ત બાળકી અને તેના પિતાને હાલમાં નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.રખડતાં ઢોર પકડવાની સંખ્યામાં ઘટાડોમ્યુનિસિપલ કોર્પોરેશનના સીએસનસીડી વિભાગ દ્વારા 21 જેટલો વીમો બનાવીને 24 કલાક કામગીરી કરવામાં આવતી હોવાની વાતો કરવામાં આવે છે, પરંતુ દિવસે દિવસે રખડતાં ઢોર પકડવાની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા ઢોર પકડવાની સંખ્યા 70થી 100ની વચ્ચે પહોંચી ગઈ છે. હાઇકોર્ટની જાતકની બાદ પહેલા દસે દિવસ 150 જેટલાં ઢોર પકડવામાં આવતા હતા પરંતુ હવે સૌથી ઓછાં ઢોર પકડવામાં આવી રહ્યા છે, 21 ટીમો કાર્યરત હોય તો રોજના માત્ર બે જ ઢોર પકડવામાં આવે છે એવું સાબિત થઈ રહ્યું છે.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER