વિધાનસભા ડાયરી: ભૂપેન્દ્રસિંહને કહ્યું-કોંગ્રેસના લોકો ભાજપમાં આવ્યા એટલે જ તમારી આ હાલત થઈ, જમીનના ભાવ વધવાની ચર્ચામાં અવાજ આવ્યો "બાબુ જમના"અમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 22-09-2022 | 12:10 am

વિધાનસભા ડાયરી: ભૂપેન્દ્રસિંહને કહ્યું-કોંગ્રેસના લોકો ભાજપમાં આવ્યા એટલે જ તમારી આ હાલત થઈ, જમીનના ભાવ વધવાની ચર્ચામાં અવાજ આવ્યો "બાબુ જમના"અમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્રના પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં શાસક અને વિપક્ષ સામ સામે આવી ગયા હતા. દિવસ દરમિયાન ગૃહમાં હાસ્યની છોળો સાથે કટાક્ષ પણ ખૂબ થયા હતા. તેમજ ઘણીવાર તો હાસ્યના મોજા પણ રેલાયા હતા.મંત્રીનું ખાતું તો ગયું એપ્લિકેશનનું નામ પણ છીનવાયુંભાજપની ગત વર્ષે નવી સરકાર રચાઈ તેના થોડાં સમય બાદ તત્કાલીન માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદીએ પોતાના નામથી જ એક એપ્લિકેશન શરૂ કરી હતી. આ એપ્લિકેશન પર લોકોએ ખરાબ રસ્તાંના ફોટો મોકલવાના રહેતા. ખરાબ રસ્તાની કામગીરી પૂરી થયે ફોટો મોકલનાર જે તે વ્યક્તિને આ એપ્લિકેશન મારફતે સમારકામ થયેલા રોડના ફોટો મોકલાતા હતા. જો કે મંત્રીનું ખાતું છીનવાયા બાદ વિભાગનો હવાલો મંત્રી જગદીશ પંચાલને સોંપાયો હતો. વિધાનસભા સત્ર દરમિયાન મંત્રી જગદીશ પંચાલ ખરાબ રસ્તાઓ બાબતનો જવાબ આપી રહ્યા હતા, ત્યારે એક એપ્લીકેશન મુદ્દે તેમણે સ્પષ્ટતા કરી હતી અને ખરાબ રસ્તાના ફોટો મોકલો અને એ રસ્તાની કામગીરી પૂરી થયા બાદ આ એપ્લિકેશન પરથી પરત ફોટો મોકલવાની સરકારની કામગીરી અંગે વાત કરી. જો કે તેઓ આ એપ્લીકેશનનું નામ ગુજમાર્ગ બોલ્યા હતા. આમ, પુર્ણેશ મોદી પાસેથી ખાતું તો છીનવાયું જ પણ એપ્લિકેશનમાં અપાયેલું નામ પણ ખેંચી લેવાયું એમ લાગે છે.બે દિવસનું સત્ર છે, બોલવા દો પછી તો અમે સત્તા પક્ષમાં જ બેસીશુંધારાસભ્ય વિરજી ઠુમ્મર બે સુધારા વિધેયક પર પોતાના મત વ્યક્ત કરી રહ્યાં હતા. આ સમયે સત્તા પક્ષના સભ્યો વચ્ચે કંઈક બોલે ત્યારે તેઓ અધ્યક્ષ મારફતે કહેતા હતા કે, બે દિવસનું સત્ર છે, મારે ખેડૂતો મુદ્દે બોલવું છે, લોક સમસ્યા મુદ્દે બોલવું છે તો બોલવા દો. બીજી તરફ જે તે ધારાસભ્ય સાથે સીધી જ વાત કરી કહી રહ્યાં હતા કે, આવતી વખતે હું સામેની જગ્યાએ જ બેસવાનો છું. આમ, વિરજી ઠુમ્મરના અવાજમાં અલગ જ આત્મ વિશ્વાસ છલકાતો હતો.જમીનના ભાવ વધતાં દબાણ વધ્યું છે, ગૃહમાંથી અવાજ આવ્યો "બાબુ જમના"જમીન પચાવી પાડવાના કિસ્સા અંગે બિલ પર બળદેવજી ઠાકોર પોતાના વિચાર રજૂ કરતી વખતે કહેતા હતા કે જમીનના ભાવ વધતાં દબાણ કરવાના કિસ્સા પણ વધ્યા છે. આટલું વાક્ય પૂરું થતાંની સાથે જ વિપક્ષમાંથી બે સભ્યો દસક્રોઇ બેઠકના ભાજપના ધારાસભ્ય "બાબુ જમનાદાસ પટેલ"નું નામ બોલ્યા હતા. આટલું બોલતાની સાથે જ ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળતાં બાબુ જમનાદાસ પટેલ ઉઠ્યા અને બોલ્યા કે, એક પણ રેકોર્ડમાં મારું નામ હોય તો કાઢી બતાવો. આમ, બાબુ જમનાદાસ પટેલને ખુલાસો કરવાનો વારો આવ્યો હતો.કંટાળેલા વિધાનસભા દંડક બોલ્યા, અલ્યા પરેશભાઈ, આવું ના હોયમાલ અને વેરા સુધારા વિધેયક રજૂ થયા બાદ પરેશ ધાનાણી પોતાના વિચાર વ્યક્ત કરી ચીજવસ્તુઓ પર વેરા વધારાશે તો સામાન્ય માણસને અત્યંત હાલાકી ભોગવવી પડશે તેની દહેશત વ્યક્ત કરી રહ્યા હતા. જો કે આ દહેશત વ્યક્ત કરતી વખતે વેરા હેઠળ આવતી એક એક ચીજવસ્તુઓના ઉદાહરણ સાથે પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. જેથી અન્ય ધારાસભ્યો રીતસરના કંટાળ્યા હતા. આખરે વિધાનસભા દંડક કંટાળીને બોલ્યા કે, અલ્યા પરેશભાઈ , આવું ના હોય.કોંગ્રેસના લોકો ભાજપમાં આવ્યા તો ભૂપેન્દ્ર સિંહ તમારી સરકારની આ હાલત થઈવિરજી ઠુમ્મર જ્યારે કહેતા હતા કે આવતી વખતે તેઓ સત્તા પર બેસશે એ સમયે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, સામે બેસવા માટે તમારે ભાજપમાં જોડાવું પડે. આ વાત સાંભળતાની સાથે જ ઠુમ્મરે તાત્કાલિક વળતો જવાબ આપ્યો હતો કે, કોંગ્રેસના લોકો ભાજપમાં આવ્યા એવા સંજોગોમાં જ તમારે બાજુમાં બેસવાનો વારો આવી ચડ્યો છે. આમ, પૂર્વ શિક્ષણ મંત્રીને મહેણું સાંભળવું પડ્યું હતું.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER