પાણીની જરૂરિયાત: મ્યુનિ.ગાર્ડન વિભાગ માત્ર 2 લાખ લિટર જ ટ્રીટ કરેલું પાણી વાપરે છેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 06:10 am

પાણીની જરૂરિયાત: મ્યુનિ.ગાર્ડન વિભાગ માત્ર 2 લાખ લિટર જ ટ્રીટ કરેલું પાણી વાપરે છેઅમદાવાદકૉપી લિંકશેર

મ્યુનિ. ગાર્ડન વિભાગ દ્વારા શહેરના વિવિધ ગાર્ડન, ડિવાઇડર સહિતના ફુલ છોડ-ઝાડને રોજનું 15 લાખ લિટર પાણી વપરાય છે જેમાં 13 લાખ લિટર જેટલું શુદ્ધ પાણી અને 2 લાખ લિટર ગટરના શુદ્ધ કરેલા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.મ્યુનિ. ગાર્ડન વિભાગને જુદા જુદા એસટીપી પરથી રોજનું માત્ર 2 લાખ લિટર જેટલું ગટરનું શુદ્ધ કરેલું પાણી આપવામાં આવે છે. અલગ અલગ ટેન્કરમાં ભરીને આ પાણી બગીચાઓ તેમજ ડિવાઇડર પર ફુલ છોડ, ઝાડને પીવડાવવામાં આવે છે. જ્યારે ગાર્ડન વિભાગની રોજના 15 લાખ લિટર પાણીની જરૂરિયાત છે. આ 15 લાખ લિટર પૈકી 12 થી 13 લાખ લિટર જેટલું પાણી તો શુદ્ધ પાણી વાપરવામાં આવે છે. એટલે કે ભૂર્ગભમાંથી ઉલેચીને અથવા તો મ્યુનિ. દ્વારા જુદા જુદા વોટર સપ્લાય પ્લાન્ટમાંથી પાણી મેળવવામાં આવે છે.મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટીમાં એક સભ્ય દ્વારા એવી રજૂઆત કરાઇ હતી કે, શહેરમાં જો અલગ અલગ જગ્યાએ 1 એમએલડી થી 0.50 એમએલડીના નાના એસટીપી પ્લાન્ટ લગાવવામાં આવે તો તે માત્ર કેટલાક ટેમ્પોમાં પણ લગાવી શકાય છે. તે એસટીપી પ્લાન્ટમાં શુદ્ધ કરાયેલું ગટરનું પાણીથી તંત્ર તળાવો ભરી શકે છે અને ગાર્ડન વિભાગને પણ પીવા માટે પાણી આપી શકે છે. ત્યારે તંત્ર જો આવી વ્યવસ્થા ગોઠવે તો શહેરમાં શુદ્ધ પાણીનો બગાડ અટકાવી શકાય અને ગટરના શુદ્ધ પાણીનો ઉપયોગ થતાં તેની સમસ્યા પણ હળવી થઇ શકે છે.આ બાબતે અધિકારી દ્વારા એવો જવાબ કરવામાં આવ્યો હતોકે, આગામી દિવસોમાં તેઓ 10 તળાવ પર 2 એમએલડીના એસટીપી પ્લાન્ટ તૈયાર કરશે. જેથી તેમાં શુદ્ધ કરેલું પાણી તળાવોમાં અને તેમાંથી વધેલું પાણી ગાર્ડન વિભાગના ઉપયોગમાં આવી શકશે.

Google Follow Image

Latest News


  1. પ્રોજેક્ટમાં ફેરફાર: નરોડા-મુઠીયા ગામથી ઘોડાસર સુધીની 22 કિમી ખારીકટ કેનાલને હવે ઢાંકી દેવાશેઅમદાવાદકૉપી લિંકશેર
  2. અમદાવાદ પોલીસની બહાદુરી: એસ.જી હાઈવે પર ફિલ્મી ઢબે કારનો પીછો કરીને પોલીસે રાજકોટથી અપહરણ કરાયેલા યુવકને છોડાવ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. AMCમાં ટેક્સ કૌભાંડ: કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીના ID-પાસવર્ડનો ઉપયોગ કરી રૂ.2.39 કરોડનું કૌભાંડ આચરાયુંઅમદાવાદકૉપી લિંકશેર
  4. સ્ટાર્ટઅપ રેકિંગ 2021: દેશભરમાં સતત ત્રીજીવાર ગુજરાત છવાયું, સ્ટાર્ટઅપમાં 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' બન્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  5. સરકારનું દેશપ્રેમ અભિયાન: ગુજરાતના 1 કરોડથી વધુ ઘર પર તિરંગો લહેરાશે, 11 ઓગસ્ટથી સરકારનું હર ઘર ત્રિરંગા અભિયાન શરૂ થશેઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER