કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ક્યાં ખોવાયા?: અમદાવાદની 16 બેઠક પર ભાજપનું એક સાથે કાર્પેટ બોમ્બિંગ, કોંગ્રેસના ઉમેદવારો જ પોતે પ્રચારમાંઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-11-2022 | 07:01 pm

કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ક્યાં ખોવાયા?: અમદાવાદની 16 બેઠક પર ભાજપનું એક સાથે કાર્પેટ બોમ્બિંગ, કોંગ્રેસના ઉમેદવારો જ પોતે પ્રચારમાંઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બચ્યા છે. ત્યારે ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરાઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા કંઈ ખાસ અમદાવાદમાં થતું જોવા મળી રહ્યું નથી. કોંગ્રેસ ભવનથી રોજેરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને સંતોષ મનાતો હોય તેમ હાલ ચિત્ર ઉપસી રહ્યું છે. ત્યારે ભાજપ દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ બેઠકો પર એક સાથે ઝંઝાવાતી પ્રચાર કરાઈ રહ્યો છે અને કાર્પેટ બોમ્બિંગની જેમ ચૂંટણી પ્રચાર કરાઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના અમદાવાદ શહેર અને જિલ્લાના ઉમેદવારો જ સ્ટાર પ્રચારક હોય તેમ પોતે ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે અને જીતવા માટે મથી રહ્યા છે.અમદાવાદમાં ખાલી કન્હૈયાકુમારે દેખા દીધીચૂંટણી નજીકના દિવસોમાં છે અને ભાજપે ક્રિકેટ મેચમાં જેમ આક્રમક બેટ્સમેન ફટકાબાજી કરતો હોય તેની માફક એક સાથે અમદાવાદની તમામ બેઠક પ્રચાર શરૂ કરી દીધો છે. સ્ટાર પ્રચાર અને નેતાઓની ફોજે ગત રાતે સભાઓ કરીને મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે કોંગ્રેસમાં માત્ર સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી. તેમાંથી એક માત્ર કન્હૈયા કુમાર જ પ્રચાર કરવા આવ્યા હતા અને એ પણ જમાલપુર અને દરિયાપુર વિસ્તારમાં રોડ શો કર્યો હતો. બાકીની વિધાન સભા બેઠકમાં કોંગ્રેસના કોઈ સ્ટાર પ્રચારકે કોઈ સભા કે રેલી કરી નથી. ઉમેદવાર જાતે પોતાના પ્રચાર કરી રહ્યા છે. કાર્યકરોનો ઉત્સાહ જાળવી રાખવા માટે સ્ટાર પ્રચારક અને નેતાઓની કાગડોળે રાહ જોવાઈ રહી હોય તેવું કોંગ્રેસ પાર્ટીના લોકો કહી રહ્યા છે.ભાજપ બુલેટ ગતિએ પ્રચાર તેજ, કોંગ્રેસના ઠેકાણા નહીંભાજપમાં કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ, જે પી નડ્ડા, મનોજ તિવારી, પરષોતમ રૂપાલા, મનોજ જોશી, દેવેન્દ્ર ફડનવીસ સહિત અન્ય નેતાઓ અમદાવાદમાં 16 જેટલી બેઠકો પર પોતાના ઉમેદવાર માટે કેમ્પેઈન કર્યું હતું, ત્યારે બીજી તરફ કોંગ્રેસમાંથી 40 જેટલાં સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાદ્રા અને સચિન પાયલોટ સહિતના નેતાઓ અને રાજ્યના ટોચના નેતાઓ નામ છે.યાદી આવી, પ્રચારમાં રાહુલ અને કન્હૈયા જ દેખાયાકોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી સ્ટાર પ્રચારકોની યાદી માત્ર નામ જાહેર કરવા પૂરતી છે. હજુ સુધી મોટા ટોચના એક પણ નેતા અમદાવાદમાં કોઈ સભા કે રેલી કરી નથી. જાણે કોંગ્રેસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ટાર્ગેટ કરવા માંગતી હોય તેમ રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓએ પ્રચારનો ધમધમાટ કર્યો હતો. મતદારોને કોંગ્રેસ તરફ ખેંચવા માટે કોંગ્રેસનું કામ બોલે છે. તેવી રીતે નુક્કડ નાટકો યોજવામાં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયાના માધ્યમ થકી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જે મતદારોને કોંગ્રેસને વોટ આપવી શકશે? શું હોર્ડિંગ્સ અને બેનરથી ભાજપ કે આપના મતદારોને કોંગ્રેસમાં કન્વર્ટ કરી શકાશે? તેવા સવાલો કોંગ્રેસના જ નેતાઓ કરી રહ્યા છે.કોંગ્રેસમાંથી નારાજગી ક્યારે દૂર થશેકૉંગ્રેસમાંથી રાજીનામા આપવાનો દોર હજુ પણ અવિરત ચાલી રહ્યા છે. નારાજ કાર્યકરોને સમજાવવા અને ઉમેદવારમાં ઉત્સાહનો સંચાર કરવા માટે સ્ટાર પ્રચારકની રાહ જોવાઈ રહી છે. ખાસ અમદાવાદમાં મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે સમય આવી ગયો છે. માત્ર ભાજપનું રિવર્સ કાઉન્ટ ડાઉન ક્લોક લગાવવાથી નહીં પણ પ્રચાર તેજ કરવાથી અને સારા પરિણામની શક્યતા પ્રબળ બની શકે છે.કોંગ્રેસે આ સ્ટાર પ્રચારકો જાહેર કર્યા છેઇમરાન પ્રતાપગઢીઇન્દ્રવિજયસિંહ ગોહીલ

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER