Divya Bhaskar | 1 week ago | 23-06-2022 | 01:01 pm
કોરોનાની ત્રણેય લહેર બાદ અમદાવાદ શહેર ફરી દોડતું થઈ ગયું છે અને રાત્રે પણ યુવાઓના નાઇટ આઉટિંગથી શહેર સતત ધમધમતું રહે છે, પરંતુ બુધવારે રાતે 11.30 વાગ્યે શહેરમાં અચાનક જ લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. શહેરના બ્રિજ રસ્તા પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. આખા શહેરમાં જે લોકો જ્યાં હતા ત્યાં જ તેમને રોકી દેવામાં આવ્યા હતા. એક કલાક સુધી ચાલેલી આ પ્રક્રિયામાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા કે શું થયું હશે, આમ કેમ થઈ રહ્યું છે.આગામી 1 જુલાઈએ અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા યોજાશે, જેને પગલે ગૃહમંત્રી પણ શહેરમાં આવવાના હોવાથી પોલીસ કેટલી એલર્ટ છે એ ચકાસવા માટે શહેરને લોક કરવામાં આવ્યું હતું.ગણતરીની મિનિટ્સમાં જ નાકાબંધી કરીકન્ટ્રોલ રૂમમાંથી મેસેજ આવ્યો હતો કે એક સિલ્વર કલરની કારમાં ચાર શકમંદ ભાગ્યા છે, તાત્કાલિક તેમને પકડવામાં આવે, એટલે શહેરમાં ગણતરીની મિનિટ્સમાં જ નાકાબંધી કરી દેવામાં આવી હતી તેમજ બેરેકેડિંગ કરી દેવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો કે અચાનક જ આટલી મોટી સંખ્યામાં પોલીસ કેમ એક્શનમાં આવી ગઈ? શહેરમાં કોઈ અમંગળ ઘટનાનાં એંધાણ તો નથીને?એક-એક વાહન ચેક કર્યાઆ દરમિયાન પોલીસ દ્વારા એક-એક વાહનને ચેક કરીને જવા દેવામાં આવી રહ્યા હતા તેમજ શંકા પડે તો લોકોની પૂછપરછ પણ કરવામાં આવતી હતી. જોકે આ સમગ્ર ઘટનાક્રમ અંગે શહેરીજનો અજાણ હતા તેમજ તેમના મનમાં અનેક સવાલો ઊઠી રહ્યા હતા. અંતે, અમદાવાદ પોલીસ જે સિલ્વર કલર કારની શોધમાં હતી એ શકમંદ કારને પકવાન ચાર રસ્તા પાસે જ રોકી લેવામાં સફળ થઈ હતી.એક કલાક ચાલી લોકડાઉન પ્રક્રિયાઃ સંયુક્ત પોલીસ કમિશનરઆ અંગે અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયાને લોકડાઉન પ્રક્રિયા કહેવામાં આવે છે. જે એક કલાક સુધી ચલાવવામાં આવી હતી. કોઈપણ સંજોગોમાં પોલીસ એલર્ટ કરવા માટેની આ પ્રક્રિયા છે. પોલીસ કંટ્રોલ રૂમથી મેસેજ કર્યા બાદ પોલીસ કેટલી ઝડપી બને છે એ જાણવા મળે છે.તેમજ પોલીસે પકવાન પાસેથી પકડેલી સિલ્વર કારમાંથી પોલીસકર્મીઓ જ નીકળ્યા હતા.