Divya Bhaskar | 1 week ago | 06-08-2022 | 06:10 am
હજુ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેરાત થઈ નથી ત્યાં રાજકીય પક્ષોએ જાહેર મિલકતોમાં પોસ્ટરો લગાવી દીવાલો બગાડવાનું શરૂ કરી દીધું છે.રાજકીય પક્ષોએ ગામડાઓમાં પણ દીવાલો બગાડવાનું શરૂ કરતા વ્યાપક રોષ જોવા મળે છે .ચૂંટણી પંચ કડક કાર્યવાહી શરૂ કરે એવી માંગ ઉઠી છે.વહેલાલ મુકિતધામને ગામના યુએસએ સ્થિત એનઆરઆઈએ હજુ બે મહિના પહેલા હજારોના ખર્ચે રંગરોગાન કરાવ્યું છે ત્યાં ગત રાત્રીના રોજ આપ પાર્ટીએ ઠેરઠેર પોસ્ટરો ચોંટાડી ખરાબ કરતા વહેલાલ ગ્રામજનોમાં વ્યાપક રોષ ફેલાયો છે.ગ્રામજનોનું કહેવું છે આજે મુકિતધામની દીવાલને હજારો ખર્ચી ગામના વતની અને એનઆરઆઈએ દીવાલો ગેટને રંગરોગાન કર્યું છે ત્યાં મફતિયા સુવિધાઓ આપવાનો પ્રચાર કરતી આપ પાર્ટીએ પોતાનો રાજકીય રોટલો શેકવા દીવાલ પર પોસ્ટર લગાવી મફતમાં દુવિધા ઉભી કરી દેતા રોષ જોવા મળે છે.વહેલાલ ગામના મુકિતધામને હજારો ખર્ચી ડોનરે રંગાવ્યું છે જ્યાં રાજકીય પાર્ટીઓ કે ધંધાર્થીઓ મફતમાં જાહેરાતો કરી દીવાલ બગાડે નહિ તે માટે “પંચાયત મંજૂરી વગર” જાહેરાત કરવી નહીંનું ચેતવણી બોર્ડ મૂકે તેવી માગ ઉઠી છે.